________________
૧૧૦ mo
સુરસુંદરી ચરિત્ર • હસ્તિનાપુરમાં પ્રવેશ
બાદ પિતાના મતાપિતાને સમાચાર મળ્યા એટલે તેઓ પોતાના પુત્રનું આગમન જાણી બહુ સંતુષ્ટ થયા. તેમજ તેના મિત્રો પણ બહુ આનંદિત થયા.
ઉત્તમ મુહુર્ત જોઈ તે દિવસે શ્રીકાંતાને પિતાના ઘરમાં પ્રવેશ કરાવ્યા. કારણ કે, સારા મુહુર્ત સિવાય નવવધૂને પ્રવેશ પિતાના ઘરમાં થઈ શકતો નથી.
ત્યાર પછી પોતાની સાસુની આજ્ઞા લઈને શ્રીકાંતા પિતાની દાસી સહિત પૂર્વના નેહ વડે કમલાવતી દેવીને ઘેર તેને મળવા માટે ગઈ.
અહો! સનેહનો સંબંધ કેવો જાગ્રત રહે છે! ઉત્તમજનેની મૈત્રીથી આ દુનિયામાં ઘણા ફાયદાઓ થાય છે. દુઃખના સમયે પણ તેઓ સહાયકારક થાય છે.
કારણ સિવાય પણ પરોપકારમાં રસિક એવા ઉત્તમ પુરૂષોને સમાગમ કરે,
સ્વપર સિદ્ધાંતના જાણકાર એવા પંડિતેની સાથે ઉત્તમ પ્રકારની કથાઓને વ્યાસંગ રાખ.
સરલ સ્વભાવી મનુષ્યની સાથે સ્નેહભાવ કરવો,
આ પ્રમાણે પ્રવૃત્તિ કરતે મનુષ્ય કેઈ દિવસ દુઃખી થતું નથી. અર્થાત્ સજજનની મૈત્રી એ એક સદ્દભાગ્યનું
ચિહ છે.