________________
૧૦૯
સુરસુંદરી ચરિત્ર અરે! એને આવું અકૃત્ય કરતા કંઈપણ દયા આવી નહીં? નિર્દય મનુષ્ય કેવલ પાપમાં જ ઉઘુક્ત રહે છે. તે સિવાય તેમને શાંતિ થતી નથી.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
નિર્દય એવા જઘન્ય કોટીના મનુષ્ય પાપ કરતાં. અચકાતા નથી,
દયાલ એવા મધ્યમ બુદ્ધિના મનુષ્ય આપતકાળના . સમયમાં જ પાપ તરફ દષ્ટિ કરે છે અને સજજન પુરુષો તે સમુદ્ર જેમ પોતાની મર્યાદાને ઉલંઘન કરતું નથી, તેમ પ્રાણાંતમાં પણ પોતાના સદાચારને છેડતા નથી.
અહો ! કનકવતીની કેટલી નિર્દયતા ! અથવા આ સંસારમાં માયિક એવા સર્વ પદાર્થો ઇંદ્રજાળની લીલાને. વહન કરે છે.
ધન, પરિજન અને જીવન વગેરેની સ્થિતિ ક્ષણમાં દષ્ટ અને વિનષ્ટ દેખાય છે.
વળી મહાનુભાવ એવા આ સુપ્રતિષ્ઠનું શું થયું હશે ? તે કંઈ મને સમજાતું નથી.
શું તે જીવતે હશે? અથવા આ યુદ્ધમાં લઢતે લઢતો તે મરી ગયો હશે?
એમ વિચાર કરતે ધનદેવ પોતાના સાર્થમાં આવ્યો.
પછી તે સાથેની સાથે ગમન કરતે ધનદેવ. અનુક્રમે હસ્તિનાપુરમાં જઈ પહોંચ્યો.