________________
સુરસુંદરી ચરિત્ર ચિત્રગતિ અને પ્રિયંગુમંજરી
હે ચિત્રગ! દેવભવમાં તારો મિત્ર જે ચંદ્રાના નામે દેવ હતું, તે પણ ત્યાંથી ચવીને અહીંયાં ચિત્રગતિ થયો છે.
હે ભદ્ર! પ્રથમ વસુમતી નામે જે સાવી હતી. તે કાલકરીને દેવલોકમાં ચંદ્રપ્રભાનામે દેવી થઈ હતી અને તેજ ત્યાંથી ચ્યવીને પ્રિયંમંજરી નામે આ લોકમાં ઉત્પન્ન થઈ છે.
હે સુંદર! જેથી તે ચિત્રગતિ પૂર્વભવમાં તારો મિત્ર હતુંતે કારણથી એકવાર દર્શનવડે પણ પરસ્પર તમારો બહુ નેહ થયે. તેમજ તે ચિત્રગતિએ ઉપાયપૂર્વક તે કનકમાલાને સંબંધ તારી સાથે જોડી આપ્યો અને હાલમાં પોતાના કર્મષને લીધે તેની સાથે તારો વિયોગ થયો છે.
હે ચિત્રવેગ ! હવે અહી હાલમાં બહુ વિસ્તાર કરવાની કંઈ જરૂર નથી. માત્ર જે તે મને પૂછયું છે, તેને હું પ્રત્યુત્તર તને આપુ છું. કનકથનામે તે સાધુ અન્ય ભવમાં તને બહુ જ પ્રિય હતો. તેજ પતે કાળ કરીને ત્યાંથી દેવલોકમાં વિધુતપ્રભ નામે જે દેવ થયા; તેજ હું પતે તારા પ્રિય મિત્ર છું અને હાલમાં પણ હું તે દેવલોકમાં રહું છું, હે ચિત્રગ ! આવા કારણને લીધે તું મારો અતિ પ્રિય મિત્ર છે.