________________
સુરસુંદરી ચરિત્ર
૧૦૫ એથી વ્યાપ્ત એવી તે પલ્લીને જઈ ધનદેવ ચકિત થઈ ગયો અને તે છે કે,
' અરે ! શત્રુઓને પણ અગમ્ય એવી આ પલ્લી કે બાળી હશે? એમ તે વિચાર કરવા લાગ્યો.
એટલામાં ત્યાં એક અસ્થિપીંજર પડયું હતું તેની અંદર ભરાઈ રહેલો કેઈ પુરુષ બે ; દેવશર્મા
ધનદેવ! અહીંયાં મારી પાસે તું આવ. તે હું દેવશર્મા છું.
મારા બંને પગ કપાઈ ગયા છે, તેમજ બહુ શસ્ત્રોના ઘાથી મારું શરીર બહુ જીર્ણ થઈ ગયું છે. તૃષાથી મારો કંઠ પણ શોષાઈ ગયો છે, છતાં હજુ સુધી પણ હું જીવતે રહ્યો છું.
તે સાંભળી ધનદેવે એકદમ પોતાના પુરૂષને પાણી લેવા મોકલી દીધો અને પોતે બહુ શેકાતુર થઈ તેની પાસે ગયો.
ત્યારબાદ ધનદેવ બાલ્યો;
હે ભદ્ર! એકદમ આવે આ જુલમ કોણે કર્યો? અને તે સુપ્રતિષ્ઠ હાલમાં ક્યાં છે ? તેમજ અચિંત્ય આવી દુર્દશામાં તું શાથી આવી પડયો છે ! એ પ્રમાણે ધનદેવનો પ્રશ્ન સાંભળી દેવશર્મા ધીમે સ્વરે કહેવા લાગ્યો,