________________
૧૦૩
સુરસુંદરી ચરિત્ર સાસુ અને સસરાની વિનયપૂર્વક સેવા કરવી. સ્વજન ઉપર વાત્સલ્ય ભાવ રાખો. બંધુજનની ઉપર સ્નેહરષ્ટિ રાખવી, હંમેશાં મુખાકૃતિ બહુ પ્રફુલ્લ રાખવી, આ પ્રમાણે કુલવધૂને ધર્મ કહ્યો છે.”
હે પુત્રી ! પિતાને સદાચાર કેઈ પણ સમયે તારે ભૂલ નહી. સ્વદેશ પ્રયાણ
શુભ મુહુર્તમાં ધનદેવ પિતાના મોટા સાથે સહિત કુશાગ્રનગરમાંથી જે રસ્તેથી આવ્યા હતા, તેજ માર્ગે ચાલતે થો.
પિતાના નગરને ઉદ્દેશીને ચાલતાં ચાલતાં અનુક્રમે તે સિંહગુહાની નજીકના પ્રદેશમાં જઈ પહોંચ્યો. ને પછી ત્યાં આગળ સાર્થને નિવાસ કરાવ્યો અને ધનદેવ પિતે વિચાર કરવા લાગે.
તે વખતે પલ્લી પતિએ મને બહુ આગ્રહ પૂર્વક કહ્યું હતું કે; વળતી વખતે મારી શાંતિને માટે જરૂર મને મળ્યા સિવાય તમે જશે નહીં, મારે જલદી ત્યાં તેમને મળવા માટે જવું જોઈએ.
તે પહેલી અહીંથી હવે નજીકમાં રહેલી છે. બહુ વખત ત્યાં રોકાવાની જરૂર નથી.