________________
૧૦૬
સુરસુંદરી ચરિત્ર સિદ્ધપુરનગર
આજથી ત્રીજા દિવસ ઉપર સિદ્ધપુર નગરથી એક પુરૂષ અહીં આવ્યું હતું. તેણે એકાંતમાં પલ્લી પતિને લઈ જઈને કહ્યું.
હે કુમાર ! તારા પિતાના સુમતિ નામે મુખ્યમંત્રીએ મને અહીં તારી પાસે મોકલ્યા છે અને તેણે કહ્યું છે. | સુપ્રતિષ્ઠ કુમારને તારે આ પ્રમાણે કહેવું. અહીંયાં સુગ્રીવરાજા બહુ વિષયસુખમાં આસક્ત હોવાથી તેને ક્ષયરોગ લાગુ પડે છે, અને તે દિવસે દિવસે બહુ વધતું જાય છે. જેથી તે જીવી શકે તેમ લાગતું નથી.
આ સુરથકુમાર પણ દરેક વ્યસનેમાં પુરે છે. જેથી પિતાની ઈચ્છા પ્રમાણે વર્યા કરે છે. તેમજ સદીચારને સર્વથા ત્યાગ કરીને પોતાની મરજી પ્રમાણે લોકેને જેમ તેમ બેલ્યા કરે છે.
સમગ્ર પ્રજા વર્ગને હમેશાં રંજાડે છે; ઉલ્લઠ બનીને નિરંતર અકૃત્ય કરવામાં ઉઘુક્ત રહેલ છે.
એ પ્રમાણે તેનું આચરણ જેઈ સર્વે સામંત મહાતાદિક એનાથી વિરક્ત થયા છે. અર્થાત્ દરેકને તે અપ્રિય થઈ પડે છે.
માટે હે કુમાર! તે સુરથ રાજ્યશ્રીને લાયક નથી. રાજ્યપદવીને લાયક તમને જ તેઓ માને છે. પરંતુ તમને. મારવા માટે કનકવતીએ મેટું સૈન્ય કહ્યું છે. માટે તમારે પોતાના શરીરની રક્ષા કરવી.
નિરમા તે થાય છે