________________
સુરસુંદરી ચરિત્ર
૧૦૧ અને તે દિવ્યમણિનું જલ તેણુના શરીરે છાંટયું એટલે તરત જ તે બાલા સુખમાં સુઈ રહેલીની માફક શયનમાંથી બેઠી થઈ.
વળી તે દિવ્યમણિનું જલ છાંટવાથી તેણીના શરીરમાં -વ્યાપી ગયેલું સપ વિષ શુકલ ધ્યાનના પ્રભાવથી મેહનીય કમની માફક નષ્ટ થઈ ગયું.
બાદ શુદ્ધિમાં આવી ગયેલી શ્રીકાંતાને જોઈ શ્રીદત્ત અને સાગરશ્રેષ્ઠી બને જણ બહુ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા,
હે ધનદેવ! આ શ્રીકાંતા તમને અમે અર્પણ કરીએ છીએ. શ્રીકાંતાનો વિવાહ
ત્યારબાદ સાગર શ્રેષ્ઠીએ જયતિષિકને બોલાવીને ઉત્તમ પ્રકારનું મુહુર્ત નકકી કર્યું.
બાદ મોટા ઉત્સવ સાથે લગ્નના દિવસે ધનદેવે તેણીનું પાણિગ્રહણ કર્યું.
રૂપ, ગુણ, શીલ અને કલામાં સમાનવૃત્તિવાળા તે બંને સ્ત્રી પુરૂષનો હાર્દિક પ્રેમ બહુ વધવા લાગ્યા.
પતિક્તિમાં તત્પર એવી તે શ્રીકાંતાની સાથે પ્રેમપૂર્વક વિષયસુખનો અનુભવ કરતે ધનદેવ ત્યાં રાત્રી અને દિવસ સુખેથી વ્યતીત કરવા લાગ્યો. તેણના અદભૂત યૌવનમાં આસક્ત થયેલે તે ધનદેવ કેટલાક માસ