________________
સુરસુંદરી ચરિત્ર ત્યારે શ્રીકાંતાને સર્વ પરિજન તેમજ પોતાના પિતા, ભ્રાતા વિગેરે બહુ ચિંતાતુર થઈ ગયા, અને વિચાર કરવા લાગ્યા કે, નૈમિત્તિકનું વચન શું વૃથા થશે?
ત્યારબાદ વિશેષ જણાવવા માટે તે નગરની અંદર પટહ ઘેષણ કરાવી.
સવ ગારૂડિકેને ત્યાં બાલાવ્યા, પરંતુ કેાઈ પણ ગારૂડિક તેણીનું વિષ ઉતારવા શક્તિમાન થયે નહીં. ધનદેવનું આગમન
સાગરષ્ઠીને ત્યાં લોકોના ગમનાગમનને લીધે બહુ કલાહલ થઈ રહ્યો છે, તેવામાં કંઈક કાર્ય માટે ધનદેવ પણ ત્યાં આવ્યા અને સઘળા તેના પરિવારને વ્યાકુલ ચિત્તવાળા જોઈ તે શ્રીદત્તને પૂછવા લાગે.
હે મિત્ર! આટલા બધા ગભરાટમાં તમે શા માટે પડયા છે ? તેમજ તમારા મુખારવિંદ કેમ કરમાઈ ગયા છે?
તે સાંભળી શ્રીદત્ત છે.
હે પ્રિય મિત્ર! શ્રીકાંતા કન્યા મારી બહેન છે. તેને આજે ગૃહદ્યાનમાંથી સર્પ કરડયો છે. તેની વેદના બહુજ વધી પડેલી છે. કોઈ પણ તેને જીવાડતું નથી અને મુડદાની માફક તે પડી રહેલી છે. માટે અમે સર્વે વ્યાકુળ થયા છીએ.