________________
સુરસુ દરી ચરિત્ર
તેમજ કેટલાક તા તે માલાના કાનમાં મંત્રાના જાપ સભળાવે છે.
७८
આ પ્રમાણે દરેક ઉપચારાની ગાઠવણુ ઉપરા ઉપરી ચાલ્યા કરે છે, પરંતુ તે સની નિષ્ફલતા જોઈ તેની માતા શ્રીમતી બહુજ કરૂણુસ્વરે રૂદન કરવા લાગી.
હા! પુત્રી ! તારા દુઃખના હવે પાર રહ્યો નથી. અકસ્માત કાળભુજંગ તને કર્યાંથી શ્યા ! હા દેવ ! આ આલાએ તારા શા અપરાધ કર્યાં હતા, જેથી નિરપરાધી માલાને અસહ્ય દુઃખમાં નાખીને તું પેાતાની નિર્દયતાને પ્રગટ કરે છે ?
એ પ્રમાણે વિલાપ કરતી શ્રીમતીને સાગર શ્રેષ્ઠી ધૈય આપી કહેવા લાગ્યા.
હું સુન્દરી ! તુ શાક શા માટે કરે છે? પ્રથમ નૈમિત્તિકે કહેલા તે વચનને તું કેમ ભૂલી ગઈ છે ? આ હકીકત તેના કહેવા પ્રમાણે ખની છે; એમાં કઇશાક કરવાની જરૂર નથી.
હે વલ્લભે ! હાલમાં તારા જમાઈ અહીયાં પ્રગટ થશે. કારણ કે તે સુમતિ નૈતિક સત્યવાદી છે, તેમજ કે સુતનુ! કમલાવીને તેણે જે કહ્યું તે સર્વ સિદ્ધ થયું છે. મત્રની નિષ્ફલતા.
હવે ગાડિક લેાકાએ બહુ આદરપૂર્ણાંક વિષે ઉતારવાના ઘણાયે પ્રયાગ કર્યો, પરંતુ પરિણામમાં તેમની કઇ પણ સલતા થઈ નહીં”,