________________
સુરસુંદરી ચરિત્ર હે જનની ! મહાન ભયંકર કાળો નાગ મને ખાઈ ગયો ! ખાઈ ગયો !!
એમ બેલી તેટલામાં તેની વાણી બંધ પડી ગઈ તેના શરીરની કેમલતા બહુ અધિક છે, તેમજ વિષવિકાર પણ અતિશય પ્રચંડ છે, વળી વેદના પણ બહુ વધી ગઈ અને સ્વાભાવિક સ્ત્રી જાતિ ઘણી બીકણ હોય છે, તેથી શ્રીકાંતાનાં નેત્ર એકદમ મીંચાઈ ગયાં અને પિતાની જનનીની આગળ અકસ્માત ધસીને નિરાધાર એકદમ પૃથવી ઉપર પડી ગઈ.
બાદ તેનાં દરેક અંગે શિથિલ થઈ ગયાં.
એ પ્રમાણે શ્રીકાંતાની સ્થિતિ જોઈ શ્રીમતી, સાગરશ્રેષ્ઠી, શ્રીદત્ત અને તેને સર્વ પરિવાર એકદમ બહુ વ્યાકુલ થઈ ગયા. મંત્રોપચાર
શ્રીમંતાને વિષમૂછિત જોઈ તેના પિતાની પ્રેરણાથી લેકેએ મંત્ર અને તેઓના જાણકાર સારા ગારૂડિકોને બાલાવ્યા.
તેમજ કેટલાક મંત્રવાદીઓ મંત્રના જાપ કરવા બેસી ગયા.
કેટલાકેએ જડીબુટ્ટીઓના પ્રયોગો શરૂ કર્યા.
કેટલાક બુદ્ધિમાને પોતાની ધારણા પ્રમાણે જનાઓ કરે છે, ભાગ-૨/s.