________________
સુરસુંદરી ચરિત્ર
૯૫
સ્થાને શોભાવતી અને અદ્દભુત એવા રૂપ લાવણ્યને પ્રાપ્ત થયેલી શ્રીકાન્તા નામે શ્રીદત્તની બહેન કન્યારૂપમાં રહેલી તેના જેવામાં આવી.
બાદ ભેજનનો સમય થયો એટલે ધનદેવ પોતે ભોજન કરવા બેસી ગયો.
ઉષ્ણ કાળના તાપને લીધે મહેમાનની સારવાર માટે શ્રીકાનતા વીંજણે લઈ પવન નાખવા ઉભી રહી.
ધનદેવનું ચિત્ત તેણીના સૌંદર્યમાં લુબ્ધ થઈ ગયું અને તે આસક્તિપૂર્વક તેણીના દરેક અંગ નિરખવા લાગ્યો.
તેમજ શ્રીકાંતા પણ કટાક્ષવડે નેહપૂર્વક ધનદેવને જોતી હતી.
બાદ એણીના રૂપ વડે મેહિત થએલો ધનદેવ વિચાર કરવા લાગ્યો.
જે હું આ કન્યાની એના પિતા પાસે માગણી કરું અને જે તે મને આ કન્યારત્ન આપે તે આ મારે માનવજન્મ આ સ્ત્રી વડે કૃતાર્થ થાય.
કદાચિત હું પતે તે કન્યાની માગણી કરું અથવા બીજા કેઈ પાસે માગણી કરાવું અને તે કન્યા કદાચિત જે તે મને ન આપે તો મારું અપમાન થાય.
અથવા કુળમાં અમે બંને સમાન છીએ. હું કંઈ એના કરતાં જાતિમાં હલકે નથી.