________________
સુરસુંદરી ચરિત્ર હે સુભગ! આપની કૃપાથી કુશળપણે અમે અહીંયાં થઈને જ જઈશું. કારણકે, પાછા વળતાં અમારો માર્ગ જ આ છે. તે શું આપને મળ્યા વિના તો અમે નહીં જઈએ ને !
એ પ્રમાણે કેટલીક વાતચીત કરીને તે રાત્રી ત્યાં જ તેણે વ્યતીત કરી, પછી પ્રભાતકાળ થયું એટલે સર્વ.. સાર્થના લોકેએ ત્યાંથી નીકળવાની તૈયારી કરી. પ્રયાણયાત્રા
ધનદેવશ્રેષ્ઠ સમયોચિત પોતાનું સર્વકાર્ય સમેટીને. ત્યાંથી નીકળે. એટલે પિતાના પરિવાર સહિત પલ્લી પતિ પણ તેને વળાવવા માટે તેની પાછળ ચાલ્યો. પરસ્પર વાર્તાલાપ કરતા તેઓ કેટલાક સમય સુધી ભેગા રહ્યા. પછી ધનદેવે પલ્લી પતિને પાછા વળવાનું કહ્યું; એટલે તેનું મુખ બહુ શોકાતુર થઈ ગયું અને પોતાના મિત્રથી છુટા પડવા માટે તે બહુ જ નાખુશ થઈ ગયો.
બાદ ધનદેવે તેને બહુ સમજાવીને પાછો વાળ્યો.
પછી ધનદેવ પોતે અશ્વઉપર આરૂઢ થઈ સાથની, સાથે ચાલતો થયો. અનુક્રમે વણિકલેકેની સાથે તે કુશાગ્રનગરમાં જઈ પહોંચ્યા.
બાદ બહુ કિંમતી વસ્તુની ભેટ લઈ તે પોતે રાજાની પાસે ગયો.
નૃપતિના ચરણમાં ભેટ ધરી પ્રણામ કરીને તેની સેવામાં ધનદેવ ઉભે રહ્યો.