________________
સુરસુંદરી ચરિત્ર તેમ જ હું ધનવાનું પણ છું અને કોઈ પ્રકારનું મારામાં વ્યસન નથી. તેમજ આ કન્યા પણ યૌવન અવસ્થામાં આવી ગઈ છે. હવે એનું લગ્ન કર્યા સિવાય ચાલે તેમ નથી. માટે આ કન્યા મને આપ્યા સિવાય તેઓ રહેશે નહીં.
એમ પોતાના મનમાં વિચાર કરતે ધનદેવ ભજન. કરીને નિવૃત્ત થયો, એટલે શ્રીદો ધનદેવને પાનસેપારી વિગેરે મુખવાસ આપ્યું. બાદ વિલેપનાદિકનો વિધિ થયો.
પછી ધનદેવ ત્યાંથી નીકળી પિતાના મકાન તરફ ચાલ્યા, પરંતુ તેનું હૃદય તે શ્રીકાંતાએ હરી લીધું હતું, તેથી તે શૂન્યચિત્તે પોતાના સ્થાનમાં જઈ સુકોમલ શયન ઉપર સુઈ ગયા. શ્રીકાંતા
ધનદેવના ગયા બાદ શ્રીકાંતા કામને સ્વાધીન થઈ ગઈ અને તીવ્ર ઉત્કંઠાને લીધે વ્યાકુલ થઈને પિતાના ગૃહદ્યાનમાં કદલીગૃહની અંદર તે સુઈ ગઈ.
ત્યાં મદનની પીડાથી તે તરફડતી હતી, તેવામાં એક કૃષ્ણ સર્ષે તેણના બાહુ મૂલમાં દંશ કર્યો કે, તરતજ તે ભયંકર સપને જોઈને બહુ ધ્રુજવા લાગી. બાદ બહુ વેદનાથી પીડાતી તે શ્રીકાંતા રૂદન કરતી પોતાની માતા પાસે આવી અને તે કહેવા લાગી,