________________
૧૦૦
સુરસુંદરી ચરિત્ર વળી હે મિત્ર! પ્રથમ અમને એક નૈમિત્તિકે કહેલું છે કે, સર્પથી દશાયેલી આ બાલાને જે જીવાડશે, તે તેણીને ભર્તા થશે. એમ તે નૈમિત્તિકનું વચન હાલમાં નિષ્ફલ થાય છે. કારણ કે, એણને સર્ષ તો કરડે છે, છતાં કેઈપણ મંત્રવાદી તેને સજજ કરતો નથી.
વળી હે ધનદેવ ! આ શ્રીકાંતા બહેન અમને બહુજ પ્રિય છે. હવે એના જીવનની આશા અમને લાગતી નથી. તેથી અમે બહુ શેકાતુર થઈ ગયા છીએ. દિવ્યમણિને પ્રભાવ
એ પ્રમાણે શ્રીદત્તનું વચન સાંભળી ધનદેવ પિતાના મનમાં બહુ ખુશી થયો. પછી બે કે;
હે સુંદર ! તું શેક કરીશ નહીં. કારણ કે તે નૈમિત્તિકનું વચન પણ અસત્ય થવાનું નથી.
હે મિત્ર! ચાલ તારી બહેનની પાસે આપણે જઈએ અને તેની તપાસ કરીએ.
એમ ધનદેવના કહેવાથી શ્રીદત્ત તેને પિતાની બહેનની પાસે લઈ ગયે.
બાદ ધનદેવે પિતાના પુરૂષને કહ્યું કે, પ્રતિષ્ઠિત રાજકુમારે જે દિવ્યમણિ આપણને આપેલો છે, તેને લઈ જલદી તું અહીં આવ. '
એ પ્રમાણે આજ્ઞા થતાં તરત જ તે પુરૂષ પિતાના મકાનમાં જઈ તે દિવ્યમણિને લઈ તેની પાસે આવ્યા