________________
૧૨
સુરસુંદરી ચરિત્ર ત્યાં રહ્યો, તેટલામાં તેના પુરૂષોએ સર્વ માલ વેચી દીધે અને તેના બદલામાં બીજે ઘણો માલ ખરીદ કર્યો.
પછી તે સાર્થના સર્વ લોકે પિતાના દેશમાં જવા માટે તૈયાર થયા. એટલે ધનદેવ પણ પોતાના ધશુર વર્ગની પાસે જઈ પૂછવા લાગ્યા,
હવે અમારા સાથેના લોકે પોતાના દેશમાં જવા માટે બહુ ઉત્કંઠિત થયા છે, માટે અમને જવાની તમે રજા આપો તે સારૂં. ધનદેવની વિદાયગીરી
સ્વદેશમાં જવાને આતુર થયેલા ધનદેવને જોઈ સાગર શ્રેષ્ઠીએ પિતાની પુત્રી શ્રીકાંતાને વળાવવા માટે તૈયાર કરી.
તેની વિદાયગીરીમાં પુષ્કળ ધન સંપત્તિ આપી. તેમજ તેની સેવામાં દાસી, દાસ વિગેરે સમગ્ર પરિવાર પણ નિયુક્ત કર્યો.
બાદ સાગર શ્રેષ્ઠીએ પિતાની પુત્રીને ધનદેવની સાથે વિદાય કરી. વિશેષમાં તેના પિતાએ કહ્યું,
હે પુત્રી ! આપણા કુલની મર્યાદા પ્રમાણે સદાચારમાં રહીને ઉભય કુળમાં કીતિ વધે તેવી રીતે તારે વર્તવું. પોતાના પૂની ભક્તિ કરવી, વિગેરે પિતાની ફરજો ચુકવી નહી. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે –
પોતાના પતિ વિગેરે પૂજ્યની ઉપર નિખાલસ બુદ્ધિ રાખવી,