________________
१४
સુરસુંદરી ચરિત્ર
નવાહનરાજાના ભયથી આ ઉતાવળે નાસે છે. આ નવાહન રાજ પણ એની પાછળ ચાલ્યો આવે છે. તે માટે હું આ સમયે પૂર્વભવના મિત્રને કંઈપણ ઉપકાર કરૂં, એમ વિચાર કરીને હું તારી પાસે આવ્યો અને તેવી આપત્તિના સમયે તારી રક્ષાને માટે મેં તને તે દીવ્યમણે આપે. મુનિરક્ષા
ત્યારપછી જે કાર્યને ઉદેશી હું નીકળ્યા હતા, તેની સિદ્ધિ માટે એકદમ હું અહીંથી ધનવાહન મુનિને પાસે ગયે. ત્યાં આગળ ધ્યાનમાં રહેલા તે મુનિવરને ઉપસર્ગ કરતો એ એક દેવ મારા જેવામાં આવ્યો. પછી મેં તેને અત્યાચાર જોઈ કહ્યું,
રે ! રે! દેવાધમ ! હવે તું કયાં જઈશ? દેવેદ્રો જેમને વંદન કરે છે એવા આ મુનીને તું આવાં દુઃખ આપે છે?
શત્રુ અને મિત્ર વર્ગમાં સમાન બુદ્ધિવાળા મુનીદ્રોને ઉપસર્ગ કરતો એવો તું હવે કયાં જઈશ?
હે પાપિષ્ટ ! મારી દષ્ટિમાર્ગમાં પડેલો તું હવે જીવવાની આશા છોડી દે?
એ પ્રમાણે મારા કહેવાથી તે ભવનપતિ દેવ સંભ્રાંત થઈ એકદમ ત્યાંથી જીવ લઈ નાશી ગયો.
તેજ સમયે શુકલ ધ્યાનમાં રહેલા મુનિવરને મેહ નષ્ટ થવાથી વિશુદ્ધ એવું કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થયું.