________________
સુરસુંદરી ચરિત્ર નાસ્તિકવાદી કપિલ
દેવને પ્રશ્ન સાંભળી શ્રી કેવલી ભગવાન બેલ્યા. અન્યભવમાં મારી સાથે એને વૈર હતું તેનું કારણ તું સાંભળ.
ધાતકીખંડમાં વિદેહ નામે ક્ષેત્ર છે, તેમાં ચંપા નામે ઉત્તમ સમૃદ્ધિવાળી એક નગરી છે, તેમાં પદ્મરાજા રાજ્ય કરતા હતા અને તેને સમરકેતુ નામે યુવરાજ ભાઈ હતા. - તે બન્ને ભાઈઓ શ્રીજિદ્રભગવાનના વચનમાં બહુ શ્રદ્ધા અને પરસ્પર બહુ સ્નેહલુ હતા. દેશવિરતિ શ્રાવક ધર્મ સારી રીતે તેઓ પાલતા હતા. તેમજ નીતિ વડે રાજ્યપાલન કરતા હતા. - એક દિવસે તે બંને ભાઈઓ સભાસ્થાનમાં બેઠા હતા. ત્યાં મંત્રી અને સામંત વિગેરે પણ સર્વ સદ્દગૃહસ્થ રાજસેવામાં હાજર હતા.
તેવામાં કપિલ નામે એક નાસ્તિકવાદી ત્યાં આવ્યો; અને પિતાને મત સિદ્ધ કરવા માટે તે બેલે.
વસ્તુતઃ જીવ, સર્વજ્ઞ કે મેક્ષ, કેઈ છે જ નહીં. જગત્ માત્ર કલ્પનીય છે. - તે સાંભળી શ્રી સિદ્ધાંતના શાસ્ત્રાર્થોમાં બહુકુથલ એવા સમરકેતુ યુવરાજે દષ્ટાંત, હેતુ, કારણ અને નાના પ્રકારની સેંકડે યુક્તિઓ વડે વાદમાં તે કપિલને પરાજય કર્યો