________________
સુરસુંદરી ચરિત્ર - રાજદિક્ષા
પદ્યરાજા ધર્મભાવનામાં તત્પર રહીને નીતિપૂર્વક પિતાનું રાજ્ય સંભાળતું હતું, તેમજ સમરકેતુ યુવરાજપદને શોભાવતો હતે.
એમ કેટલાક સમય નિર્ગમન કરતાં રાજ્યપદને ગ્ય એવા પિતાના પુત્રને જોઈ, પઘરાજાએ તેને રાજ્યસ્થાનમાં અભિષેક કર્યો.
બાદ તત્ર વૈરાગ્યવસે તેણે પિતાના ભાઈ યુવરાજ સહિત સદગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી.
પછી તે બન્ને પિતાના ગુરૂની સેવામાં રહી નાના પ્રકારના દેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ દરેક સ્થળે પવિત્ર વાણી વડે અનેક ભવ્યજનેને ઉદ્ધાર કરતા; દયા ધર્મને વિસ્તાર કરવા લાગ્યા. " એ પ્રમાણે સાર્થની સાથે વિહાર કરતાં તેઓ અનુક્રમે રત્નપુર નામે મનહર એવા નગર તરફ ચાલ્યા. માર્ગ બહુ વિકટ હેવાને લીધે પદ્મ અને સમરકેતુ એ બંને મુનિઓ પિતાના સાર્થમાંથી કંઈપણ કારણથી છુટા પડી ગયા. અને વનમાં માર્ગનું ભાન ચુકી જવાથી તેઓ બને રખડવા લાગ્યા. પરંતુ પિતાને રસ્તે હાથ લાગે નહીં. તેવામાં ફરતાં ફરતાં એક પલ્લી તેમના લેવામાં આવી. સુધા અને તૃષાથી પીડાયેલા તે બંને એ ભિક્ષા માટે તે પલ્લીમાં પ્રવેશ કર્યો. .