________________
સુરસુંદરી ચરિત્ર જ અશાંતિમાં આવી પડયો. જે પ્રાણ પાપ કરવા તૈયાર થાય છે, તે આ લોકમાં પણ તેનું કુલ ભોગવ્યા સિવાય રહેતો નથી. કહ્યું છે કે;
આ દુનિયાદારીના મેહને આધીન થયેલે પુરૂષ બંધુઓ માટે અથવા પોતાના શરીર માટે જે કંઈ પાપ કરે છે, તે સર્વને ભોક્તા નરકાદિક સ્થાનમાં રહીને તે એકલો જ થાય છે. તેમાં અન્ય કેઈ સહાયક થતા નથી.
હવે તે કપિલ બહુ જ દુર્દશામાં આવી પડશે. તેનું શરીર પાંદડાની માફક ધ્રુજવા લાગ્યું, મુખની કાંતિ બહુ જ દીનતામાં આવી પડી તેમજ પોતાના જીવનની આશા પણ તેણે છોડી દીધી.
આવા બેહાલમાં આવી પડેલા તે કપિલને જોઈ રાજકુમારના હૃદયમાં દયા આવી, પછી તેણે કહ્યું;
હે દુષ્ટ ! તારા કાર્ય સામું નહીં જોતાં હાલ હું તને જીવતો મૂકું છું. પરંતુ રે! દુરાચારી ! મારો દેશ છેડી તું જલદી ચાલ્યો જા. મારા દેશમાં કોઈપણ ઠેકાણે તારે રહેવું નહીં.
એ પ્રમાણે રાજનું વચન સાંભળી કપિલ ત્યાંથી નાઠો અને બહુ દુર દેશમાં ચાલ્યો ગયે. આગળ જતાં બિલ લોકેની એક પલ્લી આવી, જેની અંદર કેવળ ભિલ લોકેને જ નિવાસ હતે. તે પલ્લીની અંદર કપિલે નિવાસ કર્યો.