________________
સુરસુંદરી ચરિત્ર
મૂકી એકદમ બેભાન બની ગયો અને તરત જ મૂછવડે તેનાં નેત્રો મીંચાઈ ગયાં.
બાદ એકદમ ધસીને તે પૃથ્વી ઉપર પડી ગયો. દરેક ઇંદ્રિયની ચેષ્ટાઓ બંધ પડી ગઈ. ક્ષણમાત્રમાં મડદાની માફક તે થઈ ગયે.
પછી તેવી અવસ્થામાં રહેલા તે ચિત્રવેગને જોઈ તે દેવે ઠંડુ પાણી લાવીને ચિત્રવેગના સર્વ અંગે ઉપર તેનું સિંચન કર્યું, તેમજ પોતાના ઓઢવાના વસ્ત્રવડે મંદમંદ સુકેમલ પવન નાખવા લાગ્યો.
પછી આવા પ્રકારના અનેક શીતલ ઉપચારથી ક્ષણમાત્રમાં સચેતન થઈને પણ ફરીથી પોતાની પ્રાણપ્રિયાનું મરણ સંભારી, બહુ દુઃખથી પીડાયેલ તે વિદ્યાધર ગાઢ પ્રેમવડે મુગ્ધ થયે છતે મૂછિત થઈને નિચેષ્ટ થઈ ગયો.
પુનઃ તે દેવે શીતલાદિક ઉપચારો વડે મહામુસીબતે તેને સ્વસ્થ કર્યો, પરંતુ દુરંત દુઃખથી પીડાયેલો તે પિતાના નેત્રોમાંથી સ્થલ અશ્રુધારાને વરસાવતે નીચે મુખ કરી જીરવા લાગ્યો.
અહો! વિષયરાગની પ્રબલતા કેવી દુઃખદાયક થઈ પડે છે? પરંતુ મૂઢબુદ્ધિ એટલું નથી જાણતું કે, આ સવ મોહને વિલાસ છે. વળી આપુત્રાદિકને પ્રેમ આ જગતમાં બંધનરૂપ થઈ પડે છે. કહ્યું છે કેભાગ–૨/૬