________________
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી તેણે પિતાના અતઃપુરમાં તેણીને દાખલ કરી, પરંતુ બહુ શેકની પીડાથી નિરંતર તે ચિંતા કરવા લાગી.
ભયંકર સર્ષોએ ગ્રહણ કર્યું છે સર્વ શરીર જેનું એ તે મારા સ્વામી અતિશય વેદનાને લીધે હું માનું છું કે જરૂર પ્રાણથી ત્યજાયે હશે?
કદાચિત જીવતે હશે તે પણ હવે તેની સાથે મારે સંયોગ થવાને નથી.
કારણકે, વિદ્યા અને બળવડે અધિક પરાક્રમી એવા આ પાપીના હાથમાંથી હવે હું મુક્ત થવાની નથી. માટે હાલમાં બહુ શોકની પીડાથી રિલાયા કરતાં મારે મરવું એજ ઉચિત છે. સ્વમમાં પણ મારા અંગ ઉપર અન્ય પુરૂષને હસ્તસ્પર્શ ન જ થવું જોઈએ.
એમ વિચાર કરી સાહસ બુદ્ધિવડે તેણીએ અતિઉગ્ર એવું વિષભક્ષણ કર્યું.
ત્યારબાદ તેણીનાં બંને નેત્રો નષ્ટ થયાં અને તરત જ તે વિષના ઘેનથી પૃથ્વી પર પડી ગઈ
ત્યાં રહેલા લોકો બેભાન અવસ્થામાં રહેલી તે કનકમાલાને જેઈ હાહાર કરવા લાગ્યા.
તે સાંભળી નવાહન વિદ્યાષર પણ ત્યાં આગળ આવ્યો અને તપાસ કરતાં તેણે જોયું કે, એણે વિષભક્ષણ કર્યું છે.