________________
૮૮
સુરસુંદરી ચરિત્ર તરત જ શાંત થઈ જાય છે, તે તેની બરોબર ચોગ્યતા સૂચવે છે.
વસ્તુતઃ પુરુષોની મૈત્રી આવી જ હોય છે કે, પિતાના મિત્રના સુખથી સુખી અને દુઃખથી દુઃખી હોય છે.
પુનઃ ચિત્રગ બોલ્યા
હે સુરોત્તમ! મહાત્માઓ સ્વભાવથી જ આ દુનિચામાં પરોપકાર કરવામાં બહુરસિક હોય છે. જે કે અન્ય લકે તેમને ઉપકાર નથી કરતા તે પણ તે સજજને હંમેશાં નિરપેક્ષપણે પરોપકારમાં જ તત્પર રહે છે.
વળી હે સુરત્તમ! અક્ષત શરીરવાળી આ બાલા આપે મને લાવી આપી, તેથી મારું જીવતદાન પણ આપે જ આપ્યું,
તેમજ મારા હૃદયને સંતાપ પણ આજે દૂર થયે.
આજ સુધી મારું હૃદય બહુ જ વ્યાકુલ હતું, તેથી આપે જે કંઈ ઉપદેશ પ્રથમ મને આપ્યો હતો,
તે સર્વ ભરેલા ઘડાની ઉપર નાખેલા પાણીની માફક મારી પાસે થઈ ચાલ્યા ગયે. અર્થાત્ તે મારી ચોગ્યતાના અભાવે ટકી શક્યો નહીં.
પરંતુ હે સુરવર ! હાલમાં હું તમારા પ્રભાવથી સ્વસ્થ ચિત્તવાળો થયે છું. તે હાલમાં જે કંઈ પણ મારે કરવાનું હોય તે સર્વ મને કહે.