________________
૮૨
સુરસુંદરી ચરિત્ર ખરેખર આ દુનિયામાં સ્ત્રી એક પરિભવનું કારાગૃહ છે.
બંધુજન એ જ બંધનરૂપ થઈ પડે છે.
વિષયે એ જ પ્રાણહારક વિષસમાન કહ્યા છે. છતાં આ મેહ વિલાસ લોકોને કે નચાવી રહ્યો છે?
જે શત્રુઓ છે, તેઓને મિત્રની લાગણીથી જોયા કરે છે.
વળી આ મારે સ્વામી અને અમારું ઘર છે, એવી જે અહબુદ્ધિ મુઢપુરૂષના હદયમાં ઘુસી ગઈ છે, તે સર્વ મિથ્યા વ્યવહારની જ પ્રવૃત્તિ છે.
તેમજ આ મારો પતિ અને આ મારી સ્ત્રી, એમ જે સ્ત્રી પુરૂષ સમજે છે, તે કેવલ પરિણામે દુઃખદાયક એ આ મેહ જ વિલસી રહ્યો છે.
દુરંત દુઃખમાં ફસાયેલા તે ચિત્રવેગને જોઈ દેવ છે .
હે સુભગ! કેવલ સ્ત્રીના મોહથી શરીરને હાનિ પહોંચાડનાર એવા આ બહુ શેકવડે તારા આત્માને તું શા માટે હેરાન કરે છે ?
સુંદર ! વિબુધજનોએ નિંદવા લાયક એવા આ અગ્ય આચરણને તું છેડી દે અને વસ્તુસ્વરૂપની ભાવનામાં પ્રયત્ન કર.
જેથી આ સર્વ તારા ઉપદ્ર શાંત થઈ જશે. વળી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા જીના ઈષ્ટ અને