________________
૮૫
સુરસુંદરી ચરિત્ર મરી ગયેલી હોય તો તે અક્ષત શરીરે જીવતી અહીંયાં કયાંથી આવે.
ત્યારબાદ દેવ બેલ્યો.
હે સુભગ ! ખરેખર આ તારી સ્ત્રી છે. દેવમાયા નથી. પરંતુ તેનું હરણ કરીને અહીં હું જેવી રીતે લાવ્યો છું, તે હકીકત તું સાંભળ. કનકમાલા પ્રાપ્તિનો ઉપાય.
હે ચિત્રવેગ ! શ્રી કેવલી ભગવાનનો મહિમા કરીને તારી પાસે આવતાં મેં અવધિજ્ઞાન વડે આ તારી સ્ત્રીની તપાસ કરી.
હાલમાં તેની શી સ્થિતિ છે? એમ વિચાર કરતાં મરણના નિશ્ચય ઉપર આવી ગયેલી આ કનકમાલા મારા જોવામાં આવી. પછી મારા મનમાં મેં વિચાર કર્યો કે,
એણને લઈ હું મારા મિત્ર પાસે જાઉં.
એ પ્રમાણે નિશ્ચય કરીને ગંગાવત્ત નગરમાં હું ગયો અને વિષથી ઘેરાયેલા અંગવાળી એણને મેં ત્યાં જોઈ.
ત્યાં આગળ બહુ મંત્રવાદીઓ વિષ ઉતારવાના ઉપચાર કરતા હતા. તેઓની મંત્રશક્તિને નાશ કરી એણીનું વિષ મેં તંભાવી દીધું. ' પછી તેઓએ જાણ્યું કે, આનું વિષ હવે ઉતરવાનું નથી. નકકી આ મરી ગઈ છે.