________________
સુરસુંદરી ચરિત્ર માત્ર એટલું જ છે કે, નૈસર્ગિક દયાલ એવા પુરૂષના વિરોધમાં રહીને દુર્જન પતે જ મેટા અનર્થમાં આવી પડે છે. કપિલનું ઘાતકીપણું
બુદ્ધિને દુર્બલ એવો તે કપિલ હાથમાં પગ લઈ તૈયાર થયો. એટલામાં સૂર્યાસ્ત થયા.
દરેક દિશાઓમાં અંધકારને પ્રવેશ થવા લાગે. રાત્રીનો દેખાવ આબેહુબ ભાસવા લાગ્યો. નિશાચરોની પ્રવૃત્તિ જાગ્રત થવા લાગી. ઉદ્યોગી પ્રાણીઓની પ્રવૃત્તિઓ ધીમે ધીમે મંદ પડવા લાગી. નામંડલમાં તારામંડલ બરાબર દીપવા લાગ્યું, તેમજ અનુક્રમે ચંદ્રમંડલ પણ પોતાના અસ્પૃદયના હર્ષ વડે દિશાઓ રૂપી અંગનાએના મુખ મંડલને સ્વચ્છ કરવા લાગ્યું.
હવે રાત્રીને સમય જાણે તે બને મુનિઓ પોતાને સ્વાધ્યાય કરી સુઈ ગયા.
સમયની પ્રતીક્ષા કરતો કપિલ પણ અર્ધરાત્રીના સમયે મુનિને મારવા માટે ત્યાં આવ્યો અને ખગ ખેંચીને જેરથી તે મુનિના ઉપર પ્રહાર કરવા જાય છે, તેટલામાં તેની ઉપર કોપાયમાન થયેલા દેવે તેજ ખગવડે તેને મારી નાખે.
પછી તે રૌદ્ર ધ્યાનના પ્રભાવથી મરીને બીજી નરક ભૂમિમાં ઉત્પન્ન થયે.