________________
સુરસુંદરી ચરિત્ર કરીને ભોજન કરવા બેઠા. ભાજનનો પ્રારંભ કર્યો કે તરત જ સંનિહિત દવે મુનિની દયાવહે તે ભોજનમાં રહેલા વિષને અપહાર કર્યો.
ત્યારબાદ તે મુનિએ ભજન કરીને પશ્ચાત્ પિતાને સ્વાધ્યાય કરવા બેસી ગયા.
તે જોઈ કપિલ વિચાર કરવા લાગ્યા.
અહો ! આ મુનિએ વિષભક્ષણથી કેમ ન મરી ગયા? જરૂર આ લોકેએ પિતાના મંત્ર બલ વડે વિષશક્તિને લેપ કર્યો દેખાય છે. અન્યથા તેઓ જીવી શકે કેવી રીતે? ઠીક હવે રાત્રીએ જરૂર આ મુંડાને મારે મારા તે ખરે. કારણકે, જ્યાં સુધી આ વૈરી જીવશે, ત્યાં સુધી મને સંતોષ થવાનો નથી.
એમ વિચાર કરી તે દુષ્ટ રાત્રી કયારે થાય અને તે મુંડાને કયારે મારૂં? એવી વાટ જોઈ તૈયાર થઈને બેઠે.
અહો દુર્જનની દુષ્ટતા કેવી હોય છે? પિતાના પ્રાણુત સુધી પણ તેઓ સજજનેના પ્રગટ ગુણને સહન કરતા નથી. કહ્યું છે કે –
આ જગતમાં પ્રસિદ્ધ થયેલા સજજના નિર્મલ ગુણને જોઈને લઘુવૃત્તિને દુષ્ટ પુરૂષ કેઈપણ પ્રકારે સહન કરતે નથી.
પતંગિયું પિતાના શરીરને નાશ કરીને પણ ઉજવલા એવી દીપશિખાને અપહાર કરે છે. આ ઉપરથી તાત્પર્ય