________________
સુરસુ દરી ચરિત્ર
પ
ત્યારપછી બહુ વિનયપૂર્વક મેં તે શ્રીકેવલી ભગવાનના મહિમા કર્યાં. તેવામાં દુંદુભિના નાદ સાંભળી અનેક દેવ અને મનુષ્યા ત્યાં આવ્યા. ભક્તિપૂર્વક વંદન કરી પેાતાના આચાર પ્રમાણે તે હાથ જોડી ભૂમિ ઉપર બેસી ગયા.
ત્યારપછી શ્રીકેવલીભગવાને તેમને ઉદ્દેશીને મેક્ષ સુખના કારણભૂત એવા ધર્મોપદેશના પ્રારંભ કર્યાં,
હે ભવ્યાત્માએ ! આ જગત્માં પ્રગટ છે મહિમા જેના એવા શ્રી જનધમ, સાધુપુરૂષાના સમાગમ, વિદ્વાન પુરૂષાની સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનમાં પટુતા, ધાર્મિકસક્રિયાઓમાં કુશલતા, ન્યાયથી મેળવેલી લક્ષ્મી, ધર્મપદેશમાં કુશલ એવા સદ્ગુરુઓના ચરણકમલની સેવા, દોષ રહિત એવું શીલવ્રત અને નિમાઁલ એવી બુદ્ધિ,
એ સ પદાર્થો ભાગ્યશાળી પુરૂષાને જ પ્રાપ્ત થાય છે, માટે પ્રમાદના ત્યાગ કરી શુદ્ધ દેવ ગુરૂ અને ધમની તમારે આરાધના કરવી.
'
એમ ધર્મોપદેશ ચાલતા હતા, તે પ્રસંગે સમગ્ર જાણીને શ્રીકેવલીભગવાનને મેં પુછ્યું, હે ભગવન્! આ પાપિષ્ટદેવના તમે શા અપરાધ કર્યાં હતા? જેથી આ દુષ્ટમતિ આપને પ્રાણાંત દુઃખ આપવામાં ક્યુક્ત થયા
હતા.
ભાગ–૨/૫