________________
સુરસુંદરી ચરિત્ર
૬૩
ઉપસર્ગ નિવારક પ્રયાસ
પિતાના પૂર્વભવને સંબંધ જાણીને ચિત્રવેગ છે . હે સુરોત્તમ! તે વખતે તમે મને તે મણ આપીને બહુ ઉતાવળથી કયાં ગયા હતા. અને તેવું ઉતાવળનું તમારે શું કાર્ય આવી પડયું હતું ?
તે સાંભળી વિધુપ્રભદેવ છે.
આ મારા વિમાનના અધિપતિ શશિપ્રભદેવે મને આજ્ઞા કરી;
હાલમાં જબુદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં કુશાગ્રનામે નગરમાં ધનવાહન મુનિ છે, તેમની પાસે જલદી તું જા.
ત્યાં આગળ તે મુની દ્ર પોતે ધ્યાનમાં બેઠેલા છે. તેમને પિતાના પૂર્વભવના કેઈ વૈરીએ જે છે; અને તેમને જોઈને અત્યંત ક્રોધાયમાન થયેલ તે દેવ તેમને મહાન ભયંકર ઉપસર્ગો કરશે. માટે તેમની રક્ષા કરવા સારૂં જલદી તું તે નગરમાં જા. અને હું પણ ઇંદ્રની આજ્ઞા લઈને ત્યાં આવું છું.
એ પ્રમાણે તેની આજ્ઞાને સ્વીકાર કરીને બહુ ઝડપથી હું અહીં આવ્યો.
તેટલામાં સ્ત્રી સહિત નાસતે તું મારા જેવામાં આવ્યો
પછી અવધિજ્ઞાનના ઉપગવડે મેં જાણ્યું કે, આ તે તે વિધુતપ્રભ નામે મારો મિત્ર છે.