________________
૩૭
સુરસુંદરી ચરિત્ર કામી પુરૂષની ચેષ્ટાએ આ દુનિયાથી વિપરીત હોય છે, એટલા જ માટે આ જગતમાં કામી પુરૂષને આંધળાની ઉપમા આપી છે અને તે કામીપુરુષ સર્વથા વિવેકહીન ગણાય છે.
જગતમાં અંધ પુરૂષ માત્ર પિતાની આગળ રહેલી દશ્યવસ્તુને દેખતો નથી અને કામાંધપુરૂષ તે વસ્તુતઃ જે દશ્યવસ્તુ છે તેને દેખતો નથી, એટલું જ નહીં પરંતુ જે પદાર્થ વસ્તુગત નથી તેને દેખે છે.
જેમકે; અશુચિથી ભરેલાં એવાં સ્ત્રીઓનાં નેત્રાદિક અંગમાં મેગરો, કમલ, પૂર્ણ ચંદ્ર, કલશ અને સુશોભિત એવી લતાઓને તથા પદ્ધોને આરોપ કરીને આનંદ માને છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વિષયાસક્ત પુરૂષોની સ્થિતિ ધર્મમાર્ગમાંથી પલટાઈ જાય છે. સુધમમુનિનું પુનરાગમન
ત્યારપછી એક દિવસ ભૂતલને પવિત્ર કરતા, પરમ કૃપાલ શ્રીમાન સુધર્મમુનિરાજ ત્યાં વિજયવતી નગરીમાં વર્ષારાત્રના પ્રારંભમાં પધાર્યા.
પિતાની સાથે મુનિઓનો પરિવાર બહુ વિસ્તારવાળો હતો. વર્ષાકાલ નજીકમાં હોવાથી ચાતુર્માસની સ્થિતિ તેમની અહીં જ મુકરર હતી; માટે મુનિઓએ ત્યાં સાર્થવાહની પાસે પોતાને રહેવા માટે મકાનની યાચના કરી.