________________
સુરસુંદરી ચરિત્ર
૩૫ | નીતિરૂપી નદીને પ્રગટ કરવામાં કુલ ગિરિસમાન તેમજ કામ, ક્રોધ, મેહ અને લોભરૂપી કષાયોને નિમૅલ કરનારૂં પણ જ્ઞાન છે.
વળી જ્ઞાન એ મેક્ષરૂપી પ્રમદાને વશ કરવામાં મંત્રસમાન છે તેમજ હૃદયને પવિત્ર કરનાર, સ્વર્ગપુરીના પ્રયાણમાં દુંદુભિ સમાન અને વિવિધ સંપદાઓનું કારણ પણ જ્ઞાન જ કહેલું છે.”
અહે! આ જગતમાં જ્ઞાનને મહિમા સર્વોત્તમ કહેલો છે અને જ્ઞાનના પ્રભાવથી જ પુરૂષની કિંમત અંકાય છે.
જ્ઞાન વિનાના પ્રાણીઓ ઉચ્ચકુલમાં જન્મીને પણ પશુની યેગ્યતાને છોડતા નથી.
જ્ઞાની પુરૂષ સ્વ અને પરના ઉપકારી બને છે,
અજ્ઞાની લેકે ઉભયના પરમવૈરી બને છે, જ્ઞાની પુરૂષ લોકમાં પૂજ્યતાને પામે છે, રાજામહારાજાઓ પણ તેમની આજ્ઞામાં રહે છે. આચાર્ય પદવી
સુદર્શનસૂરીશ્વરે પોતાના શિષ્ય સુધમમુનિને જ્ઞાનાદિ ગુણે વડે સંપૂર્ણ હોવાથી સૂરિપદને લાયક જાણી ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં સ્થાપન કર્યા.
બાદ તે સૂરિ પણ સંલેખના સાધીને સુખસમાધિએ મેક્ષસ્થાનમાં ગયા.