________________
સુરસુ દરી ચરિત્ર
પિતાની આજ્ઞા હાય તા, આ કાર્યમાં તારી ભાવના નિવિઘ્નપણે સિદ્ધ થાઓ.
બાદ તીવ્ર વૈરાગ્યવાન્ તે સુધમ પેાતાના માતાપિતાની આજ્ઞા લઈ ગુરૂની સેવામાં આવ્યેા. ગુરૂએ પણ લાયક જાણી તેને દીક્ષા આપી.
૩૪
માદ ગુરૂએ તેમને બન્ને પ્રકારની શિક્ષા આપી. ાતે પણ બુદ્ધિમાન્ હાવાથી તેમાં બહુ પ્રવીણ થયા. તેમજ સૌંયમ, તપ અને વિનય કરવામાં બહુ ઉદ્યુક્ત થયા. અનુક્રમે તે મુનિવર ગુરૂમહારાજના ચરણકમલમાં સૂત્રસિદ્ધાન્તના અભ્યાસ કરવા લાગ્યા.
મહાબુદ્ધિશાલી હાવાથી તે મુનીંદ્ર ૧૫કાલમાં સૂત્ર અને તેના અર્થમાં ઘણી સારી રીતે પ્રવીણ થયા.
દરેક વિધિવિધાનમાં વિદ્વાન થયા. ચૌદપૂર્વના જાણકાર થયા. તેમજ સગુણાના આધારભૂત થયા.
ખાઇ સવમુનિઓ તેમજ પેાતાના ગુરૂ પણ તેમને અહુ માનપૂર્વક જોવા લાગ્યા.
આ સમાત્ર જ્ઞાનના મહિમા છે. વળી જ્ઞાનથી અનેક ગુણે પ્રકટ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;
આ દુનિયામાં વિશુદ્ધ એવુ જ્ઞાન, મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવામાં સૂર્ય સમાન કહ્યું છે,
વળી આ જગમાં જ્ઞાનને નેત્રની ઉપમા આપેલી છે.