________________
સુરસુંદરી ચરિત્ર એટલામાં સૂર્યાસ્ત થઈ ગયે; કમળ એકદમ બીડાઈ ગયું. ભ્રમર તે અંદર જ રહી ગયો, પછી તે વિચાર કરવા લાગે
રાત્રીને સમય હમણુ પુરો થઈ જશે, સુંદર પ્રભાતકાળ પ્રગટ થશે, સૂર્યનો ઉદય થશે,
પંકજની શોભા ખીલી નીકળશે, એટલે હું આ બંધનમાંથી છૂટે થઈશ.
એમ તે વિચાર કરતું હતું તેટલામાં ત્યાં આવેલા હાથીએ કમલિનીને મૂળમાંથી અપહાર કર્યો.
આ બહુ ખેદની વાત છે કે, કયાં કમળ ? કયાં ભ્રમર? અને કયાં હાથીનું આગમન ?
આ ઉપરથી સારમાત્ર એ લેવાને છે.
જે તે ભ્રમર ઘાણે દ્રિયમાં આટલો બધો લુબ્ધ નહોત તે આવી સ્થિતિમાં આવી પડત નહી.
સમગ્ર દિશાઓમાં પ્રકાશ આપતી દીપશિખાને જોઈ પતંગીયે પણ પોતાના ચક્ષુદોષવડે તેને ગ્રહણ કરવાની બુદ્ધિથી તેની અંદર પડીને મરણ પામે છે.
સંગીત આદિકના શબ્દ સાંભળીને મૃગ કાનની ટીસીએ ચઢાવી સાવધાનપણે બહુ સ્થિર થાય છે. એટલે જ્યારે બરોબર પેાતાને લાગ આવે છે.
ત્યારે તે શિકારી પોતાના બાણવડે તે મૃગલાના પ્રાણ લઈ લે છે.
આ ફક્ત શ્રવણેદ્રિયનો દોષ છે.