________________
પ૨
સુરસુંદરી ચરિત્ર રાગને વશ થયેલા અને વિવેક રહિત એવા મુનિવેશધારી મને ધિક્કાર છે, ધિક્કાર છે.
અરે હું કે નિર્લજજ ગણાઉં? મુનિવ્રતમાં હોવા છતાં પણ હું મુનિઓને અછાજતા આવા નિંદનીય રાગને છેડી શક્તિ નથી.
નિરવદ્ય એવી મુનિદીક્ષાને ગ્રહણ કરીને પણ દુષ્ટરાગથી બંધાયેલ અને પુણ્યરહિત એ હું દીર્ઘ સંસારને ભક્તા થઈશ.
હા જીવ ! હા પાપિષ્ટ ! દર્શન માત્રના રાગમાં પ્રવૃત્ત થયેલો તું અનવદ્ય એવા ધર્મને પામીને પણ ચિરકાલ પર્યત નારક તથા તિર્યનિમાં પરિભ્રમણ કરીશ.
એ પ્રમાણે ભાવના કરતાં છતાં પણ ધનવાહનમુનિને અનુરાગ અનંગવતી સાધ્વી ઉપરથી ઉતરત નથી તેમજ તે સાધ્વીને રાગ તે મુનિ ઉપર તેને તેવો રહ્યા કરે છે.
એમ કરતાં સંયમ, તપ, વિનય અને ચારિત્ર પાળવામાં તત્પર અને ગુરૂની આજ્ઞા પાળવામાં સાવધાન એવાં તે બંનેને પણ સમય ચાલ્યો જાય છે. સુચના ભગિની
અન્યદા એક દિવસ વસુમતી નામે પિતાની હનની સાથે તે અનંગવતી સાધ્વી વિહાર ભૂમિએ