________________
સુરસુંદરી ચરિત્ર
- ૫૫
આ સુલોચના છે અને આ કનકરથ યુવરાજ છે, એમાં કઈ પ્રકારનો સંદેહ નથી. આ બંને જણ ભરનિદ્રામાં સુઈ ગયાં હતાં, ત્યારે ઈર્ષાવડે ક્રોધાયમાન થયેલી એક તેની સપત્ની-શેકે એ બંનેના મસ્તક ઉપર મંત્રેલું ચૂર્ણ નાખ્યું. જેથી તેમની બુદ્ધિને વિભ્રમ થયે.
ત્યારપછી તેના પિતાએ બહુ વૈદ્યોને બોલાવ્યા. તેઓએ પણ ઘણું ઉપચાર કર્યો, પરંતુ સર્વ પ્રયાસ તેમનો નિષ્ફલ થયે.
પછી રાજાએ તેમની મંત્ર તથા તંત્રવાદીઓને બેલાવી બહુ સારવાર કરાવી પણ તેમની સ્થિતિમાં કિંચિતમાત્ર પણ ફેરફાર થયો નહિ.
પછી એકાંત સ્થાનમાં બંનેને રાખવામાં આવ્યાં. તેમની રક્ષામાં કેટલાક પુરૂષોને મુકરર કર્યા.
બાદ કેટલોક સમય વ્યતીત થતાં રક્ષક પુરૂષોના પ્રમાદને લીધે તેઓ બંને જણ એક સાથે પિતાના સ્થાનમાંથી બહાર નીકળી ગયાં અને તેઓ ફરતાં ફરતાં અહીં આવ્યા છે. બ્રમવિનાશક ચૂર્ણગ
એ પ્રમાણે આચાર્યશ્રીનું વચન સાંભળી વસુમતી બેલી.
હે ભગવન ! જે આપ એને ઉપચાર જાણતા હવ તો વિચાર કરી મતિ મેહને દૂર કરનારું પ્રતિચૂર્ણ એમને આપો. પછી ગુરૂએ મતિમોહને નાશ કરવામાં