________________
૫૮
સુરસુંદરી ચરિત્ર
હે ચિત્રગ! પછી કનકરથમુનિને અને ધનવાહન મુનિને પરસ્પર બહુજ સ્નેહ થયો. પિતાના ગુરૂની પાસમાં બંને જણ પંચમહાવ્રત પાળવામાં બહુ પ્રવીણ, સમિતિ અને ગુપ્તિ પાલવામાં સમ્યફપ્રકારે ઉપયોગવાળા થઈને નાના પ્રકારની તપશ્ચય કરવામાં પ્રેમ ધરાવતા છતા નિરંતર સૂત્રો અને તેમના અર્થની માહિતી મેળવે છે. તેમજ ગુરૂની આજ્ઞામાં પ્રવર્તમાન થયેલા તે બંને જણ વિધિપૂર્વક ચારિત્રધર્મને પાળે છે. એ પ્રમાણે ચરણકરણમાં તત્પર એવા તે બંનેને બહુ સમય વ્યતીત થયો. શશિપ્રભદેવ
ત્યારપછી એક દિવસે પિતાના આયુષની સમાપ્તિ નજીકમાં જાણીને સુધર્મસૂરિએ સખ્યપ્રકારે સંલેખના કરીને અનશન વિધિવડે કાળ કર્યો. પછી તે બીજા દેવલેકમાં ઉત્તમ પ્રકારના વૈભવવાળા ચંદ્રાજીનનામે વિમાનમાં શશિપ્રભનામે દેવપણે ઉત્પન્ન થયા અને તે વિમાનના પિતે અધિપતિ થયા.
ત્યારપછી ધનવાહનમુનિ પણ રાગ નહીં તુટવાથી ચરિત્ર પાલીને વિધિપૂર્વક કાલ કરી બીજા દેવલેકમાં ઉત્પન્ન થયા. તે શશિપ્રભદેવના સામાનિકદેવ તરીકે બહુ તેજસ્વી શરીરધારી વિધુત્રભનામે દેવ થયા.
- હવે તે અનંગવતી સાધવી પણ દક્ષા પાલીને રાગ નહીં જવાથી કાળ કરીને વિદ્યુતપ્રભદેવની ચંદ્રરેખાનામે દેવી થઈ.