________________
૫૪
સુરસુંદરી ચરિત્ર ' ! .. એ પ્રમાણે હું મારે સાસરે જ્યારે રહેતી હતી તે સમયે પ્રત્યક્ષપણે મેં સર્વ જાણેલું છે.
વળી આ! લોકપ્રવાદથી તે પણ આ બાબત સાંભળી હશે તેમજ ગ્રહવડે ગ્રહણ કરાયેલા આ પુરૂષ રાજકુમાર સરખે દેખાય છે, માટે જરૂર આ કનકરથ. રાજા અને આ સુચના છે. : અનંગવતી બોલી. હે આયે! ચાલો આપણી આ બહેનને આપણે બેલાવીએ. આપણને તે ઓળખે છે કે કેમ? અથવા એ પણ ગાંડી છે?
એમ વિચાર કરીને બંને જણીઓ તેની પાસે જઈ મધુરવાણીવડે તેને બેલાવવા લાગી. પરંતુ પાગલની માફક તે કંઈપણ સ્પષ્ટ સમજી શકી નહીં અને જેમતેમ બહુ બેલવા લાગી.
ત્યારપછી દયાલ એવી તે બને સાધ્વીએ તે બંને સ્ત્રી પુરૂષને સુધર્માચાર્યના ચરણકમલમાં લઈ ગઈ અને પોતાના હૃદયમાં બહુ વિષાદ કરવા લાગી.
બાદ તે આર્થીએ આચાર્ય–મહારાજને કહ્યું, - હે ગુરૂમહારાજ ! આ અમારી માટી બહેન છે કે નહી? અને જે તે હોય તે એની આવી ઉન્મત્તાદશા શાથી થઈ છે? - ત્યાર પછી ગુરૂએ પોતાના જ્ઞાનવડે સત્યસ્વરૂપ જાણુને કહ્યું,