________________
સુરસુંદરી ચરિત્ર
૫૩ બહાર નીકળી ત્યાં આગળ સ્ત્રી સહિત એક ઉમત્ત થયેલો પુરૂષ તેણના જોવામાં આવ્યો.
જેનું શરીર બહુ ધુળથી ખરડાયેલું હતું તેમજ વસ્ત્રો પણ બહુ જીણું પ્રાય પહેરેલાં હતાં અને શરીરે જતુએ બહુ વળગેલા હતા.
વળી તે ગાંડાની માફક ગાયનની ધૂનમાં અનેક પ્રકારે નૃત્ય કરો અને છોકરાંઓ જેની ચારે તરફ વીંટાઈ વળેલાં હતાં, એવા તે પુરૂષને જોઈ, અનંગવતી તે બને સ્ત્રી પુરૂષને બહુ સમય સુધી જોઈ રહી.
ત્યારબાદ તેણીએ વસુમતીને કહ્યું કે, હે આયે! આ ગાંડાની પાસમાં રહેલી આ યુવતી આપણે બહેન સુલોચનાના જેવી દેખાય છે. જ તે સાંભળી વસુમતી પણ સારી રીતે ધ્યાન દઈ બહુ તપાસ કરીને શેકાતુર થઈ ગઈ અને તે બેલી;
હે બહેન ! તારું કહેવું સત્ય છે. આ આપણી હેન સુચના છે. પ્રથમ એને મેખલાવતી નગરીમાં સુબંધુ સાથે પરણાવી હતી.
એક દિવસ તે કનકરથ રાજકુમારના જોવામાં આવી; એટલે તે રાજપુત્ર તેણીના મનહર સ્વરૂપને જોઈ બહુ કામાતુર થઈ ગયે અને બહુ રાગને લીધે તેણે પોતાના અંતપુરમાં સુલોચનાને દાખલ કરી. પછી તેને બહુ પ્રિય હોવાથી તે સુલોચના સમસ્ત અંતઃપુરમાં પ્રધાન થઈ પડી.