________________
: ૧૦
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે મારે વિચાર છે. જે આપને ગ્ય લાગે તે મને દીક્ષા આપે. બાકી એણીના દર્શન વિના તે મારાથી જીવી શકાય તેમ નથી. સુધર્મસૂરિ
એ પ્રમાણે ધનવાહનનું વચન સાંભળી સુધી સૂરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા, - અહો! આ જગતમાં અતિ દરત એ વિષયરાગ કે વિલસી રહ્યો છે ? દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે, છતાં પણ તેને સ્ત્રી દર્શનની અભિલાષા છુટતી નથી. જુઓ તે ખરા ! મેહના તરંગો કેવા ઉછળી રહ્યા છે?
અસ્તુ, એ પ્રમાણે પણ એને દીક્ષા આપવી ઠીક છે. કારણ કે, દીક્ષા લીધા બાદ તે પોતે જ સૂત્રાર્થમાં નિપુણ થઈ વિવેકમાં આવી જશે. તેમજ તે પિતે જ સમજીને રાગના સંબંધને છોડી દેશે.
એ પ્રમાણે ગુરૂએ વિચાર કરી અનંગવતી સહિત પિતાના ભાઈ ધનવાહનને વિધિપૂર્વક દીક્ષા આપી.
બાદ તેમણે ચંદ્રયશા નામે મહત્તરિકા-એટીસાવીના તાબામાં અનંગવતી સાચવીને સેંપી દીધી. તે પછી તે પણ સાદવીઓના સમુદાયમાં રહી ઉત્તમ પ્રકારની સાથ્વીની ક્રિયાને અભ્યાસ કરવા લાગી.
ધનવાહન મુનિ પણ ગુરૂચરણમાં રહીને સૂત્રાર્થોને સારી રીતે અભ્યાસ કરવા લાગ્યા. એમ તે બન્ને જણ સાધુસાવીને યોગ્ય એવી ક્રિયાઓ કરે છે.