________________
૪૮
સુરસુંદરી ચરિત્ર વળી ગુરૂજનની ભક્તિમાં હંમેશાં તત્પર રહે છે. એવી તે શી અશુદ્ધ ચારિત્રવાળી અન્ય સ્ત્રીઓના સરખી કેમ કહી શકાય ?
વળી આ જગમાં લેહ તથા અધાદિકનું ગુણે વડે મેટું અંતર દેખાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે :
અશ્વ, હસ્તી, લેહ, કાષ્ઠ, પાષાણ, વસ્ત્ર, નારી, પુરૂષ અને જલ એ દરેકનું પોતપોતાની જાતિમાં ઘણું જ અંતર દેખાય છે. અર્થાત્ ગુણવડે ન્યૂનાધિકતા રહેલી છે.
અશ્વજાતિમાં કોઈની દશરૂપીઆ કિંમત તે કેઈની હજાર અને તેથી વધારે પણ હેય છે. એમ દરેકમાં પિતાના ગુણે એ કરીને ગૌરવ લાઘવપણું હોય છે, માટે મારી સ્ત્રી તેવી દુરાચારિણે નથી જેથી મને તે દુઃખદાયક થાય. પુનઃ ગુરૂ ઉપદેશ
ત્યાર પછી ગુરૂએ તેને કહ્યું, હે મહાનુભાવ! જે કે, તે તારી સ્ત્રી બહુ સારી હશે, તે પણ તેને ઉપભેગ કરવાથી તે નરકસ્થાનને માર્ગ છે. - જેમ કિપાકનાં ફલ ખાવાથી તેઓ આલોકમાં કેવળ દુઃખદાયક થાય છે, તેમ મને હર એવું પણ સ્ત્રીઓના ભેગવિલાસનું સુખ દુર્ગતિમાં લઈ જાય છે.
જેમ વિષમિશ્રિત ભજન બહુ સરસ હોય તે પણ તે ખાવાથી પ્રાણુહારક થાય છે, તેમ સુંદર એવી પણ