________________
સુરસુંદરી ચરિત્ર
અહા ! આ અમરફુલ ખાઈને મારે શું કરવુ છે? આ દિવ્યફલને લાયક તા રાજાધિરાજ આપણેા ભૂપતિ છે. એમ વિચાર કરીને તે ફલને ભેટ તરીકે ગ્રહણ કરીને ગણિકા રાજાની પાસે ગઈ અને તેણીએ પ્રણામ કરી રાજાની આગળ તે ફૂલ મૂકયુ.
૪૬
તરત જ તેને જોઈ રાજા એકદમ વિસ્મિત થઈ ગયા અને તે ખેલ્યા;
હું કાવિદે! આ ફૂલ તારી પાસે કર્યાંથી ? એમ પૂછતાં સવ વાત તેમના જાણવામાં આવી.
તરત જ પાતે વિરક્ત થઈ રાજ્યવૈભવના ત્યાગ કરી ત્યાગાશ્રમમાં ગયા.
તેમણે કહ્યું કે; જે રાણીનું 'મેશાં હું ચિંતવન 'કરૂ છું; તે મારે વિષે વિરક્ત થઇ અન્ય પુરૂષનું ચિંતવન કરે છે.
તે અશ્વપાલક પણ ગણિકાને વિષે રક્ત થયેલે છે; તે ગણિકા પણ મારી ઉપર પ્રેમ ધરાવે છે. અહા! આ સૌંસારમાં કાઈ કોઈનુ કાઈ પ્રિય દેખાતુ* નથી.
આ રાણીને ધિક્કાર છે, જે મારા પ્રેમને છેડી અશ્વપાલકમાં આસક્ત થઈ છે;
તે અશ્વપાલકને પણ ધિક્કાર છે.
તે ગણિકાને અને મને પણ ધિક્કાર છે.
જેમના પ્રસ`ગમાં મારે આવવું પડયું !