________________
સુરસુંદરી ચરિત્ર
૪પ
વળી તે કામાસક્ત યુવતીઓ જારપુરૂષના પ્રેમને, લીધે પોતાના પતિને પણ જાનથી મારી નાખે છે. તેમજ તે જાર પુરૂષને અન્યને માટે તેઓ મારી નાખે છે અને અન્યને વિશ્વાસ આપે છે, પરંતુ પોતાનો સદ્દભાવ કે ઈપણ ઠેકાણે તેઓ પ્રગટ કરતી નથી.
ભર્તુહરિએ પણ કહ્યું છે –
ભતૃહરિરાજાને એક અમર ફલ પ્રાપ્ત થયું. તે. જઈ તેમને વિચાર થયો કે આ અમરફલ પ્રિયમાં પ્રિય એવી મારી રાણીને આપવું તે ગ્ય છે.
રાજાએ બહુમાનપૂર્વક તે ફલ પોતાની રાણી. પીંગલાને આપ્યું.
બાદ તે રાણીએ પણ જાણ્યું કે, આ દિવ્યફલને લાયક હું નથી. પરંતુ મારે વલ્લભ અશ્વપાલક આવશે તેને આપીશ; એમ વિચારીને પોતે ન ખાતાં સંકેતિત સમયે જ્યારે તે આવ્યો ત્યારે,
હે સ્વામીજી! આ ફલ આપને માટે રાખેલું છે, એમ કહી તેના કરકમલમાં રાણીએ અર્પણ કર્યું.
તે ફલ લઈ અશ્વપાલક પોતાના સ્થાનમાં ગયે અને તેણે વિચાર કર્યો;
આ દુનિયામાં હાલમાં વહાલી મને ગણિકા છે. માટે આ ફલ તેણીને જ આપવું જોઈએ, એમ વિચારીને તે ફલ તેણે ગણિકાને આપ્યું.
ગણિકાએ વિચાર કર્યો,