________________
૪૩ :
સુરસુંદરી ચરિત્ર શ્રેષ્ઠ પુત્ર ધનવાહન
એ પ્રમાણે વિષયવિષને દૂર કરનાર ગુરૂમહારાજનું વચન સાંભળી ધનવાહન બેલ્યા;
હે ભગવન્! આપનું કહેવું સત્ય છે. મારી ઈચ્છા. પણ એવી છે, પરંતુ હું શું કરું?
પ્રથમ મારૂં કહેવું આ૫ સાંભળે.
અનંગવતીનામે મારી સ્ત્રી છે, તેને પ્રેમ મારી. ઉપર એટલે સચોટ રહ્યો છે કે, તે બીચારી મારા વિના. ક્ષણમાત્ર પણ રહી શકાતી નથી.
તેવા કારણને લીધે તેને મૂકીને હું પણ ક્ષણમાત્ર રહી શકું તેમ નથી. તેટલાજ માટે આપને વાંદવા માટે પણ મારાથી આવી શકાતું નથી.
વળી મારા વિરહને લીધે તે વરાકી હાલમાં પણ બહુ દુઃખી થઈ હશે.
હે ભગવન્! આ પ્રમાણે મારી સ્થિતિ છે, તે મારે ધર્મસાધન કેવી રીતે કરવું ?
આપના દર્શનનો અવકાશ પણ મને દુર્લભ થયો. છે. તે અન્ય ધાર્મિક પ્રવૃત્તિ તે મારાથી બને જ કયાંથી?' મહિલા સ્વરૂપ
કેવલ સ્ત્રીમાં જ આસક્ત થયેલા ધનવાહનનું વચન સાંભળી ગુરૂમહારાજ બોલ્યા.
હે ભદ્ર! અસ્થિર ચિત્તવાળી અને મુગ્ધ પુરૂષના.