________________
૪૪
સુરસુંદરી ચરિત્ર -મનને હરણ કરનારી સ્ત્રીઓને માટે કયો બુદ્ધિમાન પુરૂષ પિતાના આત્મસાધનને હારી જાય?
હે સુભગ ! પવનથી કંપતા ધવજસમાન ચંચળચિત્તવાળી સ્ત્રીઓને વિષે આસક્ત થઈ જે પુરૂષ ધર્મમાં પ્રમાદ કરે છે, તેને કાયરપુરૂષ જાણે; પરંતુ પુરૂષ તેમ કરતા નથી.
વળી સ્ત્રીઓનાં હદય કેવળ વિષથી ભરેલાં હોય છે, અને બહારની આકૃતિવડે તેઓ મને હર હોય છે અર્થાત સ્ત્રીઓ સ્વભાવવડે ચણાઠી સમાન કહેલી છે.
સ્ત્રીઓમાં સત્ય, શૌચ અને દયા તે બીલકુલ હતી નથી.
અકાર્ય કરવામાં તેઓ ડરતી નથી, સાહસ કરવામાં પણ તેઓ મુખ્ય ગણાય છે.
ભયને ઉત્પન્ન કરનારી એવી તે સ્ત્રીઓને વિષે કર્યો બુદ્ધિમાન પુરૂષ પ્રીતિ કરે? જે તે સ્ત્રીઓ રાગવાળી થાય તે પુરૂષના ધનને હરણ કરે છે.
જે કોપાયમાન થાય તે પ્રાણને પણ હરણ કરે છે. આવી દુષ્ટ સ્ત્રીઓનો રાગ તથા ક્રોધ એ બને ભય- જનક હોય છે. તેઓને કેઈપણ ગુણ સુખદાયક નથી.
તેઓ પિતાના હૃદયમાં અન્યનું ચિંતવન કરે છે. :નેત્રોવડે અન્યને જુએ છે અને સંબંધ તો કેઈ અન્યની - સાથે ગોઠવે છે, આવી ચંચળચિત્તવાળી સ્ત્રીઓને કઈ વલભ થવા ઈચછે, તો તે તેની મોટી ભૂલ ગણાય.