________________
સુરસુંદરી ચરિત્ર
૪૯ યુવતિ જો ભેગવવામાં આવે તો તે જરૂર દુગતિમાં લઈ જાય છે.
માટે હે ભદ્ર ! કુમતિના કારણભૂત એવી પિતાની સ્ત્રી સંબંધી અનુરાગને તું છેડી દે અને પંચમહાવ્રતને ધારણ કરી ચારિત્રમાં તું પ્રીતિવાળે થા.
એ પ્રમાણે પ્રતિદિવસે સંવેગકારક મધુર વચનેવડે સૂરિમહારાજ તેને બંધ આપવા લાગ્યા.
પછી સ્ત્રી ઉપરથી ધનવાહનને રાગ કંઈક દિવસે દિવસે ઓછા થવા લાગે અને હંમેશાં ગુરૂમહારાજની પાસે તે આવવા લાગ્યા.
બાદ એક દિવસે પરમવૈરાગ્યને પ્રાપ્ત થયેલો તે ધનવાહન એકાંતમાં ગુરૂની આગળ હાથ જોડી કહેવા લાગ્યા,
હે ભગવન્! અમૃતમય એવી આપની વાણી મેં સાંભળી; છતાં પણ મારા હૃદયમાંથી દુષ્ટસપના વિષની માફક રાગની પરિણતિ કેમ દૂર થતી નથી ?
' હે ભગવન ! સ્ત્રી સંબંધી મારો રાગ સર્વથા તુટવાનો સંભવ મને લાગતું નથી, પરંતુ જો આપને યોગ્ય લાગે તે, હું એક બાબત કરવા ધારું છું કે, વિષયસુખની તૃષ્ણ રહિત એવો હું મારી સ્ત્રીની સાથે આપના ચરણકમલમાં દિક્ષાગ્રહણ કરૂં, જેથી હું તેણીના દર્શનમાત્ર વડે સંતુષ્ટ રહીશ અને મારું ચારિત્ર પણ સચવાશે. ભાગ-૨/૪