________________
૩૩
સુરસુંદરી ચરિત્ર વિષયની સંગતિ પણ કેવલ દુઃખને જ હેતુ છે.
ક્રોધાદિક કષાયે દુર્ગતિનું કારણ છે. એકવાર પણ જે પ્રમાદ સેવવામાં આવે તો તે પ્રમાદ જીવને ભવસમુદ્રમાં પાડે છે.
એમ બહુ પ્રકારે ભયંકર એવા સંસારનું સ્વરૂપ તે સભાની અંદર સ્પષ્ટ રીતે સૂરીશ્વરે પ્રકાશિત કર્યું.
બાદ અમૃત સમાન અતિમિષ્ટ અને ઉત્કૃષ્ટ એવું તે સૂરીશ્વરનું વચન સાંભળી વૈરાગ્યદશાને અનુભવતા સર્વ પરિષદના લોકો ગુરૂને વંદન કરી પોતપોતાના સ્થાનમાં ગયા. સુધમને વિરાગ્ય
ધનભૂતિશ્રેષ્ઠીને પુત્ર સુધર્મ ગુરૂમહારાજનું વચનામૃતનું પાન કરીને ધર્મમાં વિશેષ પ્રીતિમાન થયા, અને અસાર એવા આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છતાં, ગુરૂમહારાજને પ્રણામ કરી વિનયપૂર્વક બેલ્યો.
હે ભદધિતારક ! આ ભયંકર સંસારવાસના બંધનમાંથી મુક્ત કરનાર એવા હે જગદગુરો ! જન્મ, જરા અને મરણના ભયથી કંટાળેલો હું મારા માતાપિતાની આજ્ઞાથી આપના ચરણકમલમાં સંસારસ્તારિણું એવી ઉત્કૃષ્ટ દીક્ષાને ગ્રહણ કરવા ઈચ્છું છું, તે સાંભળી ગુરૂમહારાજ બાલ્યા.
હે ધર્મરછુ ! વૈરાગ્યની દૃઢતા હોય તેમજ માતાભાગ-૨/૩