________________
૩૧
સુરસુંદરી ચરિત્ર અહ ! ગુરૂ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેમજ જ્ઞાનના અભાવે ધર્મનું સ્વરૂપ સમજાતું નથી.
ગુણરૂપી રને સંગ્રહ કરવામાં સમુદ્રમાન એવા સદગુરૂઓને સમાગમ આ દુનિયામાં ન હોય તે વિચક્ષણ પુરુષ પણ ધર્મને જાણી શકતો નથી,
જેમકે, વિશાલ અને સ્વચ્છ નેત્રવાળે પુરૂષ પણ અંધકારમાં રહેલી અનેક વસ્તુઓને દીપક વિના દેખી શકતું નથી. અર્થાત્ ફાંફાં માર્યા કરે છે, પરંતુ ઈષ્ટવસ્તુ મેળવી શકતા નથી.
વળી ધનભૂતિ શ્રેષ્ઠી પણ પિતાના પુત્રને સાથે લઈ ભક્તિ વડે ગુરૂવંદન માટે ચાલતા થા, બાદ ઉદ્યાનની નજીકમાં ગયે એટલે દૂરથી વાહનને ત્યાગ કરી તેણે અંદર પ્રવેશ કર્યો.
પછી વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરીને પિતાના પુત્રસહિત તેણે ત્રણવાર ગુરૂને પ્રદક્ષિણા પૂર્વક ઉત્તમ ભક્તિ વડે વંદન કર્યું.
બાદ અતિ ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં નાવ સમાન ધર્મલાભ ગુરૂ મહારાજે આપ્યું, એટલે તે સાર્થવાહ અન્યમુનિઓને પ્રણામ કરી પરજન સહિત પૃથ્વી ઉપર બેઠો.