________________
સુરસુંદરીયરિત્ર
મુનિએના પરિવાર સહિત સુધ`સૂરિ પણ નાના પ્રકારના દેશેામાં ભવ્યજનાના ઉદ્ધાર કરતા પુર, ગામ અને નગરામાં વિહાર કરવા લાગ્યા.
નિર'તર પાંચ ધાવમાતાએ જેનું પાલન કરે છે એવા ધનવાહન પણ વૃદ્ધિ પામવા લાગ્યા. ધનવાહનના વિસાહ
૩૬
અનુક્રમે તે કુમાર અવસ્થાને પામ્યા તેમજ તે સકલાઓમાં પ્રવીણુ થયા.
કેટલાક સમય વ્યતીત થતાં માતાપિતાની દેખરેખ વડે કામિની જનનાં હૃદયને હરણ કરવામાં સમર્થ એવા યૌવનપણાને શૈાભાવવા લાગ્યા,
પિતાએ પેાતાના પુત્રની શારીરિક સ`પત્તિ જોઈ તેના માટે રૂપ અને ગુણાદિક વૈભવવડે પરિપૂર્ણ એવી ઉત્તમ કન્યાની ગેાઠવણ કરી.
તે કન્યાનું નામ અનંગવતી છે. તેના પિતાનુ નામ હરિદત્ત છે. તે દરેક શેઠીઆએમાં પ્રધાન ગણાય છે, અને તે શ્રેષ્ઠી શ્રીસુપ્રતિષ્ઠનગરમાં રહે છે.
વળી તે કન્યા બહુ વિનયવાળી છે. ઉત્તમ લગ્નમાં મેાટા ઉત્સવ સાથે ધનવાહન કુમાર તે કન્યાને પરણ્યા અને તેણીને પેાતાની સાથે લઇ તે પેાતાના નગરમાં ગયા.
ત્યાર બાદ તે ધનવાહન તેણીના ઉત્તમ પ્રકારનું ચૌવન, રૂપ અને સુકુમારતામાં લુબ્ધ થઇને વિષયમાં બહુ આસક્ત થયા છતા ગયેલા સમયને પણ જાણતા નથી.