________________
૩૮
સુરસુંદરી ચરિત્ર
ધનભૂતિ સાર્થવાહે પિતાની યાનશાલાઓની અંદર સુવિશુદ્ધસ્થાન તેમને આપ્યું.
પિતાના પરિજન સહિત સાર્થવાહ હમેશા ગુરૂની પાસે આવે છે.
સામાયિકાદિકવ્રતમાં રહીને વૈરાગ્યભાવથી નિરંતર પિતે જૈન સિદ્ધાંતને સાંભળે છે,
ધનભૂતિ સાથે વાહ પિતાના પુત્ર ધનવાહનને વારંવાર કહે છે કે, એક દિવસ તું ગુરૂનાં દર્શન કરવા તે ચાલ.
ગુરૂમહારાજ કેવો ઉપદેશ આપે છે, તે તું કંઈક સાંભળ તે ખરો !
- ઘરમાંને ઘરમાં શું બેસી રહ્યું છે? એમ ઘણુંએ તેણે કહ્યું, પરંતુ પોતાની સ્ત્રીના પ્રેમમાં ગાઢ આસક્ત હેવાથી તે ધનવાહન ગુરૂની પાસે કોઈ દિવસ વંદન માટે પણ તે નથી. ગુરૂ ચિંતા
વિષયસેવનમાં જ રાત્રિદિવસને વ્યતીત કરતે, ધર્મ કાર્યમાં નિરપેક્ષ, પ્રમદામાં જ કેવલપ્રેમી અને અન્ય કાર્યોથી વિમુક્ત એવા પિતાના નાનાભાઈને જોઈ, ગુરૂમહારાજને વિચાર થયે.
આ બિચારે અજ્ઞાત મારો ભાઈ રાગથી વિમૂઢ બની શ્રી જનધર્મ એટલે શું ? તેને લેશમાત્ર પણ વિચાર