________________
૩૦
સુરસુંદરી ચરિત્ર કુલવૃદ્ધોની સમક્ષ વિધિપૂર્વક સુધમાં એવું તેનું નામ પાડયું.
અનુક્રમે તે બાલચંદ્રની માફક પ્રતિદિવસ પિતાનાં માતાપિતાના પ્રેમ સાથે વૃદ્ધિ પામવા લાગ્યો,
ત્યારબાદ કેટલાક સમય વ્યતીત થતાં તે ધર્મપત્નીને અને એક પુત્ર થયો, જેનું નામ ધનવાહન પાડવામાં આવ્યું,
બાદ તે સુધમ પણ આઠ વર્ષને થયો. સુદર્શન આચાર્ય
અન્યદા પિતાના પવિત્ર ચરણકમલ વડે પૃથ્વીને પવિત્ર કરતા, વિશુદ્ધ ઉપદેશ વડે ભવ્યજનોને ઉદ્ધાર કરતા, દયાદ્રહૃદય વડે ક્રર પ્રાણીઓને પ્રશાંત કરતા, " ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવ વડે રાગાદિક શત્રુઓને નિર્મલ કરતા, તેમજ સેંકડો મુનિઓ જેમના ચરણકમલની સેવામાં રહેલા છે એવા શ્રી સુદર્શન આચાર્ય તે નગરીમાં પધાર્યા.
વળી પ્રતિબંધરહિત છે વિહાર જેમને, ચતુર્દશ પૂર્વના જાણકાર અને સર્વ ગુણના આધારભૂત એવા તે આચાર્ય મહારાજે પૂર્વ તથા ઉત્તરદિશાના મધ્યભાગમાં એટલે ઈશાનકેણમાં રહેલા નંદન નામે ઉદ્યાનમાં નિવાસ કર્યો. સર્વ નગરવાસી લેકે પણ બહુ ભક્તિપૂર્વક સૂરીશ્વરને વાંચવા માટે તૈયાર થઈ બહાર નીકળ્યા.