________________
૨૮
સુરસુંદરી ચરિત્ર
હે દેવ! પૂર્વભવમાં તમારી સાથે મારો સંબંધ -કેવા પ્રકારને હતો? વળી તે દિવ્યમણ આપીને તે સમયે કયા કાર્યને માટે બહુ ઉસુક થઈ તમે અહીંથી ગયા હતા ?
તે સાંભળી દેવ છે . હે સુતનું! જે કાર્ય માટે હું અહીં આવ્યું હતું, તે વૃત્તાંત હું તને કહું - છું. તે તું એકાગ્ર મનથી સાંભળ. -ધનભૂતિ સાથવાહ - આ જ બુદ્વીપમાં એરવત ક્ષેત્ર છે, તેમાં રહેલા આર્યદેશની અંદર વિજયવતી નામે નગરી છે, જેની સમૃદ્ધિ વડે દેવપુરી પણ નિર્માનપણું ધારણ કરે છે,
તે નગરીમાં પિતાની કીર્તિ વડે સુપ્રસિદ્ધ એ -ધનભૂતિ નામે સાર્થવાહ રહેતે હતે. દાક્ષિણ્ય અને દયાનું તે સ્થાન ગણાતો હતો.
જૈનધર્મમાં હંમેશાં ઉદ્યોગી હતે. ચંદ્રની માફક કલાઓને નિધાન, હાથીની માફક તે નિરંતર દાન (દ્રવ્ય-મદ) આપવામાં પ્રવર્તમાન, દિવસની માફક હમેશાં મિત્ર (સૂર્ય–વયસ્ય)ને સત્કાર કરનાર, પંડિતેના નેત્ર અને મનને સંતોષ આપનાર તે શ્રેષ્ઠી લોકમાં બહુ માનવંત ગણાતે હતો.
તેમજ પ્રશાંત આકૃતિને ધારણ કરતી, પતિવ્રતા - સ્ત્રીઓમાં પ્રશંસા કરવા લાયક, સત્ય, શીલ અને દયાવડે યુક્ત તેમજ અતિ મનોહર રૂપવાળી સુંદરી નામે ખ્યાતિમતી તેની સ્ત્રી હતી.